સુરતમાં આપનું સ્વાગત છે

સૂર્યપૂરના નામે ઓળખાતું સુરત ગુજરાત રાજ્યનું અગત્યનું શહેર છે. આને ફ્લાય-ઓવરોનું શહેર પણ કહેવામાં આવે છે. આ સુરત જિલ્લાનું વહીવટી મથક પણ છે. સુરત રાજ્યના મુખ્યમથક ગાંધીનગરથી ૩૦૬ કિ.મી. દૂર દક્ષિણ દિશામાં તાપી નદીના કિનારે સ્થિત છે. આ શહેરનું કેન્દ્રબિંદુ તાપી નદીના મુખથી ૨૨ કિ.મી. (૧૪ માઈલ) દૂર છે. આ કેન્દ્ર શહેરના સાંકળા રસ્તાઓ અને કલાત્મક ઐતિહાસિક ઈમારતો ધરાવતા જૂના વિસ્તારને ઉભરી રહેલા વિસ્તારથી અલગ પાડે છે.

સુરત ગુજરાત રાજ્યનું બીજું સૌથી મોટું શહેર છે. શહેરની વસ્તી ૨૦૦૧માં ૨૧ લાખ હતી, જે ૨૦૧૧માં વધીને (જનગણના પ્રમાણે) ૪૬ લાખ સુધી આંબી ગઈ છે. દેશનું આઠમું સૌથી મોટું શહેર સુરત, નવમું સૌથી મોટું મેટ્રોપોલિટન પણ છે. શહેરી બાબતો માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા ધ સિટી મેયર્સ ફાઉન્ડેશને એક અભ્યાસમાં સુરતને ૩૪મું સૌથી મોટું શહેર (વિસ્તાર પ્રમાણે) તરીકે સ્થાન આપ્યું છે. ૨૦૦૧થી ૨૦૦૮ના ગાળા દરમ્યાન સુરત શહેરની જીડીપી ૧૧.૫ ટકા જેટલી હતી. ફાઉન્ડેશને પોતાના વૈશ્વિક અભ્યાસમાં સુરતને ૪થું સ્થાન આપ્યું છે.


સુરત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તા. ૧૦-૧-૨૦૧૯ ના રોજ આવાસોના ડ્રો હેઠળ થયેલ ફાળવણીની અંતિમ યાદી »

સુરત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તા. ૧૦-૧-૨૦૧૯ ના રોજ આવાસોના ડ્રોની પ્રતિક્ષા યાદી »

Latest News »

error: