આર.ડી.પી. ૨૦૩૫

PRD-2035-presentation

RDP-2035 Presentation

ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના મુખ્ય સચિવ જી.આર. અલોરિયા (આઈ.એ.એસ.)ની અધ્યક્ષતામાં સુરત શહેરની રિવાઈઝ્‌ડ ડેવલપમેન્ટ પ્લાન ૨૦૩૫ની યોજના બનાવવા માટે એક કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશિબિર સુડા દ્વારા સુરતના અઠવાલાઈન્સ સ્થિત સર્કિટ હાઉસમાં શનિવાર ૩જી ઓગષ્ટ ૨૦૧૩ના રોજ યોજવામાં આવી હતી. કોઈક કારણોસર જી.આર. અલોરિયા આ શિબિરમાં શામેલ થઈ શક્યા ન હતા. સુરતના મ્યુનિસિપલ કમિશ્નર અને સુડાના ચેરમેન એમ.કે. દાસની અધ્યક્ષતામાં આ શિબિર યોજાઈ હતી.

સુરત મહાનગર પાલિકા અને સુડાના અધિકારીઓ ઉપરાંત વિવિધ વિભાગોના અધિકારીઓ (અથવા એમના પ્રતિનિધિઓ) પણ આ મિટીંગમાં હાજર રહ્યાં હતાં.

સુડાના મુખ્ય કાર્યકારી અધિકારી પી. ભારતીએ સ્વાગત પ્રવચન દ્વારા સમારંભની શરૂઆત કરી હતી. તેમણે કાર્ય શિબિરની જરૂરિયાત અને મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને રિવાઈઝ્‌ડ પ્લાનના કાયદાકીય પાસાઓ ઉપર ધ્યાન દોર્યું હતું.

સુડાના વરિષ્ઠ નગર નિયોજન અધિકારી (ટાઉન પ્લાનર) પ્રકાશ દત્તાએ ગુજરાત રાજ્યમાં અમલી શહેરી વિકાસ મોડલની માહિતી આપી હતી. તેમણે ગુજરાત નગર નિયોજન અને શહેરી વિકાસ અધિનીયમ ૧૯૭૬માં રિવાઈઝ્‌ડ ડેવલપમેન્ટ પ્લાન માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી એની પણ સમજ આપી હતી. હાલના ડેવલપમેન્ટ પ્લાન અને ટી.પી. યોજનાઓ ઉપર પણ પ્રકાશ પાડ્યો હતો. આ ઉપરાંત રિવાઈઝ્‌ડ ડેવલપમેન્ટ પ્લાનની જરૂરિયાત, એક્સપર્ટ કમિટીનું ગઠન, બેસ-મેપ બનાવવા માટે જીઓ-સ્પેક્ટીકલ માહિતીની આવશ્યકતા અને બીજા ટેકનિકલ પાસાઓ ઉપર પણ મિટીંગમાં હાજર લોકોનું ધ્યાન દોર્યું હતું.

મિટીંગ બાદ ચર્ચા-વિચારણા દરમ્યાન મહત્ત્વનાં સૂચનો મળ્યાં હતાં.

શ્રી જે.એમ. પટેલ
નાયબ મ્યુનિસિપલ કમિશ્નર
એસ.એમ.સી. આમાં ઉંડાણપૂર્વક અભ્યાસ અને સરવેની જરૂર છે અને સાથે-સાથે ઈન્ટીગ્રેટેડ મોબીલીટી પ્લાન બનાવવાની પણ જરૂરિયાત છે. ચેમ્બર ઓફ કોમર્સને ઔદ્યોગિક જરૂરિયાતોની અમને સમજ આપવી પડશે. સુરતમાં એક આંતરરાષ્ટ્રિય સ્તરની સંસ્થા સ્થાપવી જોઈએ જેનાથી આયોજન કરતાં અધઇકારીઓને માર્ગદર્શન મળે. આનાથી મુંબઈનાં બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્ષ જેવું વૈશ્વિક માપદંડો મુજબનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બના વવામાં મદદ મળશે. રેલવે સ્ટેશનની આજુબાજુનો વિસ્તાર પણ સુધારવો પડશે.
શ્રી વેલજી શેટા પ્રમુખ, સુરત બિલ્ડર્સ એસો. કેનાલ રોડની પહોળાઈ ૬૦ મીટર કરવી જોઈએ. આઉટર રિંગ રોડના નજીકના વિસ્તારોમાં ૧.૮ એફ.એસ.આઈ. આપવી અને વધારે એફ.એસ.આઈ. હોય તો મનપા અથવા સુડા બિલ્ડર પાસેથી ચાર્જ વસુલવો. ૯૦ મીટર પહોળો ડુમસ-મગદલ્લા રોડ અને એક સંલગ્ન રોડ તાપી નદીના કિનારે પણ વિકસાવવો જોઈએ. ઉંચી બિલ્ડીંગોને પ્રોત્સાહન, વધારે એફ.એસ.આઈ., ૨૪ મિટર પહોળા રોડમાં ૭૦ મિટર ઉંચી બિલ્ડીંગને પરવાનગી અને ફ્લાઈઓવરની સંખ્યા મર્યાદિત રાખવી જોઈએ. પબ્લિક ટ્રાન્સપોર્ટ વિકસાવી. તાપી કિનારે રિવર-ફ્રન્ટ, સુડાનું કંટુર મેપ, સુડા વિસ્તારને ઉભરાટ સાથે જોડતો બ્રિજ અને જી.ડી.સી.આર.ને વધુ સરળ બનાવવા માટે પ્રયત્નો થવા જોઈએ.
શ્રી સુકેન શાહ ઉપ-પ્રમુખ, સુરત બિલ્ડર્સ એસો. હિરા બુર્સ, ટેક્ષ્ટાઈલ માર્કેટ, પ્રોસેસિંગ યુનિટ અને બીજા ઔદ્યોગિક હેતુ માટે જમીનની ફાળવણી કરવી. પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સુવિધા સુધારવી જોઈએ અને બસ સર્વિસ વધુ મજબુત બનાવવી જોઈએ.
શ્રી એમ.કે. દાસ મ્યુનિસિપલ કમિશ્નર, સુરત ડેવલપમેન્ટ પ્લનમાં જમીન ઉપયોગનો પ્રકાર બતાવવો જોઈએ જોકે એ દરેક સમસ્યાનું સમાધાન નથી. સુરત મહાનગરપાલિકા ટ્રાફિક પ્લાનિંગ માટે ગંભીર છે અને સાથે-સાથે મેટ્રો માટે પણ. પોર્ટ વિકસાવવાથી સુરતને નવા ઉદ્યોગ અને વ્યાપાર મળશે. ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર અને એક્સપ્રેસ વેથી સુરત અને નજીકના વિસ્તારોનું અર્થતંત્ર વેગવાન બનશે. સસ્તા આવાસો, આરોગ્ય, શિક્ષણ અને પર્યટનને પણ પુરતું પ્રોત્સાહન મળશે. ડેવલપમેન્ટ પ્લાનની સમગ્ર પ્રક્રિયાને સરળ કરવું પડશે અને પારદર્શિતા લાવવી પડશે.

Suggestions