સુરત શહેરી વિકાસ સત્તામંડળ (સુડા) દ્વારા, સુરત શહેરના વેસુ, કુંભારિયા અને સચીન વિસ્તારમાં આવાસ માટે તા.૨૯/૦૧/૨૦૨૦ થી તા.૨૦/૦૩/૨૦૨૦ સુધી ફોર્મ ભરવા માટેની જાહેરાત આપવામાં આવેલ હતી. જે જાહેરાત અનુસંધાને અરજદારોએ આવાસના ફોર્મ ભરેલ છે, તે તમામ અરજદારોને ડ્રોની તારીખ અત્રેની કચેરીથી નક્કી થયે તમામ અરજદારોને જાણ કરવામાં આવશે, આથી કોઈએ સદર બાબતે ટેલીફોનીક પૂછપરછ કરવી નહિ.

સુરત શહેરી વિકાસ સત્તામંડળ વિકાસ યોજના-૨૦૩૫ અન્વયે સરકારશ્રીના નોટિફીકેશન તા.22/01/2019 નં GH/V/15 OF 2019/DVP-142018-5731-L,તથા CORRIGENDUM તા.07/02/2019 NO.GH/V/30 OF 2019/DVP-142018-5731-L,અને CORRIGENDUM GH/V/29 OF 2019/DVP-142018-5731-L અન્વયેના મોડીફિકેશન સહિતના નકશા.

નકશા કઇ રીતે જોઇ શકાશે ?

STEP-1 : સૌ પ્રથમ ઇન્ડેક્ષ મેપ ઓપન કરો. STEP-2 : ઇન્ડેક્ષ મેપ માંથી તમારા ગામનુ નામ શોધો. STEP-3 : તમારૂ ગામ ઇન્ડેક્ષ મેપ મુજબ કઇ શીટમાં સમાવિષ્ટ છે તે ઇન્ડેક્ષ મેપ પરથી શોધો (દા.ત:-શીટ નં A,B,C......વિગેરે). STEP-4 : શીટ નંબર પરથી સંબંધિત શીટ પર કલીક કરતાં આપને જોઇતી વિગતો મેળવી શકશો.

સુરત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તા. 12-12-2019 ના રોજ આવાસોના ડ્રો હેઠળ થયેલ ફાળવણીની અંતિમ યાદી »

સુરત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તા. 12-12-2019 ના રોજ આવાસોના ડ્રોની પ્રતિક્ષા યાદી »

સુડા (સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી)ની રચના ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ટાઉન પ્લાનિંગ અને અર્બન ડેવલપમેન્ટ એક્ટ 1976ની કલમ 22(1) હેઠળ કરવામાં આવી છે. સુડાનું મુખ્ય કાર્ય શહેરી વિસ્તારોમાં વિકાસ પ્લાન અને ટાઉન પ્લાનિંગ સ્કીમો બનાવવાનું છે. સુડાનું કાર્યક્ષેત્ર સુરત સહિત શહેરને અડીને આવેલા 195 ગ્રામ પંચાયત સુધી વિસ્તરેલું છે.

સુડાની ગર્વનિંગ બોડી આ પ્રમાણે છે

 

 1. ચેરમેન – ચેરમેન (રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા)
 2. સચિવ / અગ્ર સચિવ / અધિક મુખ્ય સચિવ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ કે નાયબ સચિવ કક્ષાના નીચે નથી તેમના નોમિની – હોદ્દાની રૂએ સભ્ય
 3. મુખ્ય નગર આયોજક અથવા તેના વરિષ્ઠ ટાઉન પ્લાનર ક્રમ નીચે ન પ્રતિનિધિ – હોદ્દાની રૂએ સભ્ય
 4. કલેકટર, સુરત જિલ્લા સુરત – હોદ્દાની રૂએ સભ્ય
 5. જીલ્લા વિકાસ અધિકારી સુરત જિલ્લા સુરત – હોદ્દાની રૂએ સભ્ય
 6. મ્યુનિસિપલ કમિશનર, સુરત – હોદ્દાની રૂએ સભ્ય
 7. સ્થાયી ચેરમેન, સુરત મ્યુનિસિપલ સમિતિ કોર્પોરેશન – સભ્ય
 8. પ્રમુખ, સુરત જિલ્લા , સુરત. – સભ્ય
 9. પ્રમુખશ્રી, કનકપુર-કનસાડ નગરપાલીકા – સભ્ય
 10. સિટી ઇજનેર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન – હોદ્દાની રૂએ સભ્ય
 11. મુખ્ય કારોબારી અધિકારી – મુખ્ય કારોબારી અધિકારી / સભ્ય સચિવ રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા

 

ઓર્ગેનાઈઝેશન ચાર્ટ

chart

લેટેસ્ટ ન્યુઝ »